

સંતરામપુર તાલુકાના સીમલીયા મુકામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઇ ડિંડોર સાહેબે ખુંટા ફળિયાના મુખ્ય રસ્તાથી કાંકરાધરા સ્મશાન સુધીના ૩ કિમી રસ્તો ૧.૯૫ કરોડ રૂપિયાના ખર્ચે બનનાર રસ્તાનુ ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે તાલુકા મંડળના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, ગામના સરપંચશ્રી મહેશભાઈ, ભેમ ભાઈ પારગી, શૈલેષભાઇ, તેરસિંગભાઇ નીનામા, જીલ્લા એસ.ટી. મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઇ પારગી, યુવા નેતા સચિન ભાઇ શાહ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.