



જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્સ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા. ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ ખેલૈયા સ્પર્ધાનું (ગરબા ઉત્સવ ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ મેમ્બર ડૉ. પારુલ વડગામા અને શ્રી કનુભાઈ આલગોતર તેમજ અમરોલી વિસ્તારના પી.એસ.આઈ નિધિ દૂધરેજિયા, પોલીસ કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેન અને પાયલબેન હાજર રહ્યા હતા. કોલેજના ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ ના સ્ટાફ સભ્યો પણ ગરબાની તાલે ઝૂમ્યા હતા, જેમાંથી ૨૬૦ જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઇ વિદ્યાર્થીઓએ પોતાનું ટેલેન્ટ રજૂ કર્યું હતું, સ્પર્ધાના નિર્ણાયક તરીકે માં અંબે મેઘ મલ્હાર દોઢિયા કલાસીસના ઓનર શ્રી જતીન મૈસુરીયા અને એકતા કોસાડા હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક શ્રી દ્વારા ૬ જેટલા વિદ્યાર્થીઓની સ્પર્ધાના વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી તેમજ બી.કોમ કૉ-ઓર્ડીનેટર ડૉ. ધરિત નાયક, બીસીએ કૉ-ઓર્ડીનેટર ડૉ.વિરલ પોલીસવાલાના માર્ગદર્શક હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડૉ.છાયા પટેલ, જાસ્મીની ગોહિલ, પ્રિયંકા વાસડીયા અને દમયંતી પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું.