ગંદકીને ગુડ બાય કરતા ગઢડાના ગ્રામજનો

ઇકબાલ મેમણ હિંમતનગર
મહાત્મા ગાંધીજીના ‘સ્વચ્છ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રેરિત ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન વ્યાપક બન્યું છે. નાગરિકોના જોડાણ અને જનભાગીદારીથી આ અભિયાનને બમણી વેગ મળી રહ્યો છે. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા ગામ ખાતે ગ્રામજનો દ્વારા ગામના વિવિધ વિસ્તારોમાં સફાઇ કરવામાં આવી હતી.ગ્રામજનો દ્વારા ગામના મંદિર વિસ્તાર,ચોક વિસ્તાર,ગામના રસ્તાઓ ઉપર પડેલા કચરાને દૂર કરી ગામને સ્વચ્છ કરવામાં આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *