‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન- સુરત મારી આંગણવાડી, સ્વચ્છ આંગણવાડી

રિપોર્ટ, મયુર પટેલ

બારડોલી તાલુકાના વાઘેચ ગામ અને મહુવા તાલુકાના અનાવલ ગામની આંગણવાડીઓ (નંદઘર)ને સ્વચ્છ અને સુઘડ બનાવતા આંગણવાડી-આશાવર્કર બહેનો, ગ્રામજનો

રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ બારડોલી તાલુકાના વાઘેચ ગામ અને મહુવા તાલુકાના અનાવલ ગામની આંગણવાડીઓ(નંદઘર)ને આંગણવાડી-આશાવર્કર બહેનો, ગ્રામજનોએ સાથે મળીને સ્વચ્છ અને સુઘડ બનાવી હતી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, આંગણવાડીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં સ્વચ્છતા માટે ગ્રામજનો તેમજ સફાઇ કામદારો સાથે મળીને સુરત શહેર-જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *