અંકલેશ્વર શહેર પોલીસ મથક ના વાર્ષિક નિરીક્ષણ નિમિતે ભરૂચ જિલ્લા અધીક્ષક મયુર ચાવડા ની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજાયો .

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર પોલીસ મથક ના વાર્ષિક નિરીક્ષણ નિમિતે ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા ની અધ્યક્ષતા હેઠળ શહેર ના સેલિબ્રેશન હોલ ખાતે લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર ના નગરજનો અને આગેવાનો હાજર રહ્યા હતા.

અંકલેશ્વર શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા માટે અને તેના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે ખાસ વાતચીત માટે શહેર એ ડિવિઝન વિસ્તારના દિવા રોડ સ્થિત સેલિબ્રેશન હોલ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા માં શહેરના અગ્રણીઓ અને શહેરીજનો સાથે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.

આ લોક દરબારમાં સ્થાનિકો દ્વારા શહેરનો સૌથી મોટો ટ્રાફિક અને વધતી જતી ચોરીઓ ની સમસ્યા બાબતે રજુઆત કરવામાં આવી હતી.આ બાબતે એસ.પી મયુર ચાવડા દ્વારા આગામી સમય માં પોલીસ વિભાગ દ્વારા નગરપાલિકાની ટીમને સાથે રાખી મુખ્ય રસ્તા પર ના દબાણો અને નાઈટ પેટ્રોલિંગમાં વધારો સાથે ચોરી સહિતના ગુન્હામાં પકડાયેલા આરોપી પર કાયદાની રાહે કઈ રીતે વધુ અંકુશ મૂકી શકાય તે પ્રકારનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે..જેથી કરી ફરી કોઈ ઈસમ ગુન્હો કરતા વિચારે.આ લોકોદરબાર ,આ જિલ્લા ટ્રાફિક પીઆઇ એસ કે ગામીત, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પીઆઇ આર એચ વાળા સહિત શહેર ભાજપ પ્રમુખ ,નરેન્દ્ર પટેલ ,વસીમ ફડવાલા, જીજ્ઞેશ અંદારિયા કિંજલ ચોહાણ, ભાવેશ કાયસ્થ ,જનક શાહ સહિતના આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *