અંકલેશ્વર ના ચાર પોલીસ મથક ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ચાર પોલીસ મથક ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરાયું હતું. અંકલેશ્વર શહેર, રૂરલ , જીઆઇડીસી અને બી ડિવિઝન પોલીસ મથક ખાતે સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા પૂજા વિધિ સંપન્ન કરી હતી. .

અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા પર્વ, આજે ઠેર-ઠેર શસ્ત્રપુજન સાથે ઉલ્લાસભેર દશેરા પર્વ ઉજવણી કરવામાં આવી હતી . પોલીસ તંત્ર દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રોની પુજાવિધી સાથે વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર શહેર, રૂરલ ,બી ડિવિઝન અને જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ મથક ના પોલીસ અધિકારીઓ દ્વારા રાઈફલો સહિતનાં શસ્ત્રો તેમજ પોલીસ દળના વાહનોની પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી. .આ પ્રસંગે ચારેય પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *