મહિલાઅનેબાળવિકાસમંત્રીશ્રીભાનુબહેનબાબરિયાનીઆઇસીડીએસવિભાગનાસીડીપીઓનાપ્રશિક્ષણઅનેસાંસ્કૃતિકકાર્યક્રમમાંઉપસ્થિતિ

જાતીગત સંવેદનશીલતા અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઇસીડીએસ વિભાગના સીડીપીઓ માટે પ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

 મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આઇસીડીએસ વિભાગના સીડીપીઓના પ્રશિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. GSC બેંક ખાતે યોજાયેલા પ્રશિક્ષણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો ઉદ્દેશ જાતીગત સંવેદનશીલતા અંગે મહિલા અને બાળ વિકાસ હેઠળના આઇસીડીએસ વિભાગના સીડીપીઓ(ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફીસર)ને પ્રશિક્ષિત કરવાનો છે. ગુજરાત રાજ્યને ગતિશીલ, પ્રગતિશીલ અને વિકાસશીલ બનાવવા માટે બાળકો, કિશોરીઓ અને મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવો ખુબ જ જરૂરી છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ રાષ્ટ્ર અને ગુજરાતના ભાવિને ઘડનાર માતાઓ અને બાળકોને સ્વસ્થ અને સમર્થ બનાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ બાળકો, કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓના પોષણ, સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ પ્રયત્નોના ભાગ સ્વરૂપે આ પ્રશિક્ષણ તથા સાંસ્કૃતિક  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેંડર રીસોર્સ સેન્ટરના નિયામક શ્રીમતિ અવંતિકાબહેન દરજી, આઈસીડીએસ વિભાગના નાયબ નિયામક સુશ્રી ઈલાબા રાણા, વિવિધ ઝોનના સીડીપીઓશ્રી હાજર રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM