અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈપટેલ ના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે ભાજપ ના હોદેદારો કાર્યકર્તા દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

તાલુકા ચીફ મકબુલ હુસેન

ખેડબ્રહ્મા તારીખ 31 અખંડ ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા ભાજપ ના હોદ્દેદારો અગ્રણીઓ સહિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અને સુતરની આરતીથી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા જિલ્લા પંચાયત ના પૂર્વ ખેતીવાડી ચેરમેન હિતેન્દ્ર સિંહ ચૌહાણ તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર પ્રમુખ અરવિંદભાઈરાવલનગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈઠક્કર સંગઠન ઉપપ્રમુખ હસમુખભાઈ પંચાલ તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો ના નારાથી ચોક ગુંજી ઉઠ્યો હતો હાજર રહેલા સૌએ સરદાર વલ્લભભાઈ પટેલની શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *