


સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે ” રાષ્ટ્રીય એકતા રન” નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે યોજાયેલ. જેનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ પાર્લે પોઇન્ટ બ્રિજની નીચે સરગમ શોપીંગ સેન્ટરથી યુ-ટર્ન લઇ ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુઘી રાખવામા આવેલ. આ કાર્યક્રમમાં ગરબા યોગા તેમજ રાષ્ટ્રીય એકતા અન્વયે શપથગ્રહણ કરાવવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ ફલેગઓફ કરી ” રાષ્ટ્રીય એકતા રન” નો શુભારંભ કરેલ.



સદર કાર્યક્રમમાં માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી , માન.ડે.મેયર ર્ડા.નરેન્દ્ર એસ.પાટીલ , માન.અઘ્યક્ષ , સ્થાયી સમિતિ શ્રી રાજન બી. પટેલ , માન. કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ ,માન. પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર,માન.નેતા ,શાસકપક્ષ શ્રીમતી શશીબેન ડી. ત્રીપાઠી ,માન.દંડક , શાસકપક્ષ શ્રી ધર્મેશ આર. વાણીયાવાલા , માન. વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ , માન. મ્યુ સદસ્યશ્રીઓ , પોલીસ વિભાગ તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, મિડીયાના મિત્રો તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.