રિપોર્ટ, મયુર પટેલ

બુથ સશક્તિકરણ અભિયાન “મેરા બુધ સબસે મજબૂત” કાર્ય યોજના દ્વારા બુથ સશક્તિકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવા બદલ, જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક અને સંયોજક તુષારભાઈ પટેલ ની આગેવાનીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી દ્વારા સુરત ખાતે સંગઠનના પ્રતિનિધિઓને આમંત્રણ આપી તેઓને શુભેચ્છા મુલાકાત આપી હતી અને કાર્ય યોજનાને પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ હિતેશ નાયકે આ શુભેચ્છા સન્માન તાલુકા ભાજપા સંગઠનન સાથે જોડાયેલા પેજ લેવલથી લઈ બુથ લેવલ,અને શક્તિ કેન્દ્ર થી લઈ વિવિધ મોરચા તથા મુખ્ય સંગઠન સુધી ના સહુ કર્મઠ કાર્યકર્તાઓ ને પ્રદેશ અધ્યક્ષ દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા ના હકદાર ગણાવ્યા હતા.
આ સાથે મહુવા તાલુકાની જનતા જનાર્દન માટે દિપાવલીનું પાવન પર્વ અને આવતું નૂતન વર્ષ સહુ માટે ફળદાયી નીવડે એ પ્રકારની શુભ કામના તાલુકા સંગઠનના પ્રમુખ હિતેશ નાયક દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.