બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા મહિલાઓ અંગેના બીભત્સ નિવેદનો બદલ હિંમતનગર શહેર તથા હિંમતનગર તાલુકા ભાજપ મહિલા મોરચાએ પૂતળા બાળીને વિરોધ નોંધાવ્યો

ઇકબાલ મેમણ હિંમતનગર
મહિલાઓ માટે પચાસ ટકા અનામત સહિત ઉજવલા કનેક્શન, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ પ્રધાન મંત્રી ધન લક્ષ્મી યોજનાઓ જેવી મહિલા સશક્તિકરણ માટેની અગણિત યોજનાઓ અમલમાં મુકનાર દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે નારી શક્તિમાં અખૂટ વિશ્વાસ ધરાવતા હોય ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મહિલાઓ માટે જે દુરાચારી, અસંસ્કારી અને બીભત્સ ટિપ્પણીઓ કરી તેના વિરોધમાં પ્રદેશ ઉપાધ્યક્ષા કુમારી કૌશલ્યા કુંવરબા હિંમતનગર વિધાનસભા ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી નીલાબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કાજલબેન દોશી શહેર,નગરપાલિકા કારોબારી ચેરમેન જીનલ પટેલ, ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ અરુણાબેન કડિયા હિંમતનગર તાલુકા પ્રમુખ ભાવનાબેન પંડ્યા,નિર્મળાબેન પંચાલ ,શહેર મહામંત્રી અર્ચનાબેન ભટ્ટ તથા તાલુકા મહામંત્રી બીનલબેન ભટ્ટઅને મોરચાની કાર્યકર્તા બહેનો મેદાને પડ્યો હતો. જિલ્લા અધ્યક્ષ નીલાબેન પટેલ ના માર્ગદર્શન મુજબ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ તેમજ મહિલા મોરચાના હોદ્દેદારોએ તારીખ 09-11-2023 અને ગુરૂવાર ના રોજ સાંજે 5.30 કલાકે મહાવીર નગર ચોક ખાતે નીતીશકુમારના પૂતળા બાળીને વિરોધ નોંધાવ્યો હતો. ઉક્ત પૂતળા દહન કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, ચુંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ મોરચાના હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *