
રિપોર્ટ : બીના પટેલ
વર્ષ ૨૦૧૯ ના લોકસભા જંગ દરમ્યાન આણંદ સંસદીય બેઠક માટે તે સમય ના સાંસદ પુનઃ ની ચર્ચા સાથે કેટલાક અન્ય નેતા ઓ ના નામ પણ ચર્ચા એ હોવા છતાં ભાજપે નવા ચહેરા મિતેષ પટેલ પર કળશ ઢોળી જેને સાર્થક બે લાખ જેટલા મત થી વિજયી બેંક પોતાની પસંદગી યોગ્ય ઠેરવ્યા બાદ હવે પાંચ વર્ષ નો કાર્યકાળ પૂર્ણતા ના આરે હોય દિવાળી ની શુભેચ્છા સાથે પાંચ વર્ષ ના સાંસદ કાર્યકાલ ના લેખાજોખા આપતા સાંસદ મિતેષ પટેલે સરદાર પટેલ ની કર્મભૂમિ અને અમૂલ ની ઓળખ આણંદ ને યોગ્ય ઠેરવ્યા નું જણાવ્યું હતું.
વધુ માં મિતેષ પટેલે જણાવ્યું હતું કે સાંસદ નો કાર્યકાળ પૂર્ણતા ના આરે હોવા છતાં જિલ્લા ના વિકાસ ને એક કદમ આગે લઈ વડાપ્રધાન મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ડબલ એન્જિન વિકાસશીલ સરકાર ના વિકાસ શમણાં આણંદ માં પણ સાકાર થવા પામ્યા હોય તેમ બોરસદ ચોકડી ફ્લાયઓવર હોય કે સિવિલ હોસ્પિટલ કે ગણેશ ચોકડી પર નવા ફ્લાયઓવર હોય કે રેલ્વે બ્યૂટીફિકેશન હોય કે નવું ફાયર સ્ટેશન હોય કે અત્યાધુનિક બસ મથક હોય કે આગામી વાયબ્રન્ટ માં કરોડો ના ઔધોગિક રોકાણ હોય કે શહેર સહિત જિલ્લા ના માર્ગો ના નવીનીકરણ હોય કે કોરોના કાળ માં વિશેષ સુવિધા ઓ ઉપલબ્ધ કરવામાં આવી હોય જેવા મુદ્દા સહિત ઇન્ડિયા નું નામ ભારત નું સૂચન હોય જેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય. જેવી સેવા પરિપૂર્ણ કરવાની સાંસદ તરીકે ફરજ બજાવી લોકહિતાર્થે જનસુવિધા ઊભી કરવા ટીમ સાથે ૨૪/૭ તત્પર રહ્યા હોવાનું જણાવ્યું હતું.
સાથે સાથે પોતાના કાર્યકાળ દરમ્યાન આણંદ શહેર સહિત જિલ્લા ના અન્ય વિકાસ કામ સરકાર માં કરેલ રજૂઆતો નો ઝડપી અમલ કરવામાં આવે તે દિશા માં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.