નવા માલજીપુરા ખાતે બિરસા મુંડા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય હાજરી આપી..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા ખાતે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે બિરસા મુંડા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા વિવિધ ગામની ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો નવા માલજીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવા માલજીપુરા તેમજ રાજપારડી ની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં નવા મલજીપુરા ની ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે આપવામાં આવી હતી તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હરેક ટીમને ધારાસભ્ય તરફથી બેટ આપવામાં આવ્યા હતા આ સમારોહ માં ઝઘડિયા તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી એવા વસુધાબેન તેમજ વાલીયા તાલુકાના પંચાયત ના પ્રમુખશ્રી એવાં સીતાબેન વાલિયા તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ વસાવા તેમજ પ્રકાશ ભાઈ દેસાઈ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઝઘડિયા તેમજ આજુ બાજુ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં ઝગડીયા ના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા આવનાર સમય માં યુવાનો માટે ક્રિકેટ સહિત અન્ય રમતગમત માટે આવા આયોજન કરવામાં આવશે જેથી યુવાનો પોતાની કારકિર્દી માટે આગળ વધી શકે આ આ કાર્યક્રમ માં આજુબાજુ ના વિસ્તાર ના મોટી સઁખ્યા આવેલ લોકો એ બેન્ડ ના તાલે ઝુમી ક્રિકેટ ટુર્નામેન્ટ નું સમાપન કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *