
નવનિર્મિત ગ્રામપંચાયત કચેરી માં અદ્યતન સુવિધા ઓ ઉભી કરવામાં આવી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
હાંસોટ તાલુકા ના સુણેવખુર્દ ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે નવનિર્મિત ગ્રામપંચાયત ભવન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું






હાંસોટ ના સુણેવખુર્દ ગામે ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે ,જેમાં સીસીટીવી કેમેરા ,કોમ્પ્યુટર લેબ સહીત ની ડિજિટલ સુવિધા ઓ થી સજ્જ કરવામાં આવી છે ,આ નવનિર્મિત ગ્રામપંચાયત ભવન નું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસન્ગે સુણેવખુર્દ ગામ ના સરપંચ ,તાલુકા પંચાયત ના પ્રમુખ સંગીતા બેન સોલંકી.ગ્રામપંચાયત ના સભ્યો તેમજ ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને ગ્રામજનો હાજર રહ્યા હતા