મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સાહેબને સરાહનીય વંદન

દિવાળી એટલે ખુશીઓનો તહેવાર.. આપડે ત્યાં દિવાળીને સૌથી મોટો તહેવાર ગણાય છે.પણ જ્યારે પરિવારમાં કોઈ મોભીનું ચાલુ ફરજો અવસાન થઈ જાય તો તે ઘરમાં દિવાળીની ખુશી ઓસરી જાય છે.પણ આવા પરિવારના ઘરમાં દિવાળીના તહેવારમાં ખુશી લાવવાનું કામ કર્યું છે..મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ..મહેસાણા પોલીસ દળમાં ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા પરિવારની યાદી તૈયાર કરવામાં આવી.અને આવા પરિવારને ત્યાં જિલ્લા પોલીસ વડા મીઠાઈ અને ફટાકડા સાથે રૂબરૂ પહોંચ્યા. પરિવારના ખબર અંતર પૂછ્યા..ત્યારે શહીદ પોલીસ પરિવાર ને થયું કે કોઈ તો છે..આજે પણ પોલીસ અધિકારીઓમાં સંવેદના જીવે છે.અચલ ત્યાગી સાહેબે મહેસાણામાં એક નવો ચીલો ચિતર્યો છે. કમલમ ન્યુઝ ગાંધીનગર આ ભાવનાને વંદન કરે છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *