નેત્રંગ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ ૧૧ તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ હેઠળ ૪ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો.

નેત્રંગ : પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ ભરૂચ જિલ્લાના દરેક તાલુકાકક્ષાએ આ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ મામલતદાર રીતેશભાઈ બી. કોંકણીની અધ્યક્ષતામાં યોજાયેલ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં નેત્રંગ મામલતદારે લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ ૧૧ તથા ગ્રામ સ્વાગત કાર્યક્રમ હેઠળ ૪ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમાં નેત્રંગ મામલતદાર રીતેશભાઈ બી. કોંકણી, નાયબ મામલતદાર (મહેસુલ), તાલુકા વિકાસ અઘિકારી, નેત્રંગ પોલિસ, વન વિભાગ, આરોગ્ય વિભાગના અઘિકારી તેમજ અરજદારો હાજર રહ્યા હતા. અને અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *