




વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી એ ભારતને સ્કિલ ડેવલપમેન્ટ થકી આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તે જ દિશામાં આગળ વધતા ગાંધીનગર ખાતે હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ અને કૌશલ્યા યુનિવર્સિટી વચ્ચે માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં MOU થયા. તેનાથી ગુજરાતના અંદાજિત 5,000 યુવાનો વેચાણ અને માર્કેટિંગમાં તાલીમ મેળવી રોજગારક્ષમ બનશે.
આ પ્રસંગે ડૉ.અંજુ શર્મા, અધિક મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી, શ્રી હિમાંશુ પ્રિયદર્શી- મુખ્ય જાહેર બાબતો હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ, યોગેશ પટેલ – એપીએમસી ચેરમેન દેત્રોજ, શ્રી પી.એ મિસ્ત્રી, કૌશલ્યા યુનિવર્સિટી, શ્રી એચ.આર. સુથાર, કૌશલ્યા યુનિવર્સિટી અને ડૉ. શિવકાંત શુક્લા, પ્રોફેસર અને હેડ, સ્કૂલ ઑફ સર્વિસ, કૌશલ્યા યુનિવર્સિટી હાજર રહ્યા હતા