
વાલિયાના સાચાવાડી ગામમાં પાંડુરી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા વાલિયાના સાચાવાડી ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતીમાં પાંડુરી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.જેમાં આદિવાસી હિન્દૂ રીતિરીવાજ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો.જ્યારે વાર્ષિક મિટિંગ રાજુભાઇ ગાવીત,સોનજી વસાવાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં આદિવાસી મંચની પરિચય પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.