
ડાંગ અમરનાથ જગતાપ
તા: ૨૫: મારું નામ સુરેશભાઈ કાળુભાઇ ગાઇન છે. હું ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિચિંનાગાવઠા ગામનો વતની છું. હું પ્રાકૃતિક ખેતી કરાનાર ખેડૂત છુ. મેં છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. પ્રાકૃતિક ખેતીના કારણે મને ઘણો ફાયદો છે. સાથે જ હવે મારો પરિવાર પ્રાકૃતિક ખોરાક ખાય છે, અને તદુંરસ્ત રહે છે. તમે પણ ખેતીમા રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી, પ્રાકૃતિક ખેતી અપનાવી, પ્રાકૃતિક ખેતી માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ શકો છો.