
અમરનાથ જગતાપ
તા. ૨૪મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ ‘ફલેગ ડે’ નીમિત્તે ડાંગ જિલ્લા પોલીસ ફોર્સ દ્વારા લોકોમા માનવતા, બંધુતા, ધર્મનિર્પેક્ષતા જળવાઇ રહે તેમજ સમાજના વિવિધ ધર્મો જાતી-જ્ઞાતીઓ વચ્ચે સંવાદિતા બની રહે તે હેતુસર આહવામા કોમી સંવાદિતા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આહવા નગરમા આયોજિત ‘ફલેગ ડે’ રેલીને વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી પાટીલે રેલીને લીંલી ઝંડી આપી હતી. આ રેલીમા ડાંગ જિલ્લા પોલીસકર્મીઓ, જી.આર.ડી, હોમગાર્ડના જવાનો અને ગ્રામજનો મળી આશરે ૧૫૦ જેટલા લોકોએ હાથમા ત્રિરંગો ધ્વજ લઇ આહવા નગરમા રેલી મારફત કોમી એકતા, મિત્રતા અને માનવતા જાળવવા માટે લોકોને સંદેશો પાઠવ્યો હતો.