વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે ડાંગ જિલ્લામા ચાર નવનિર્મીત પેટા આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ કરાયુ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગત તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલના હસ્તે, ડાંગ જિલ્લાના ચાર નવનિર્મીત પેટા આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.

ડાંગ જિલ્લા પંચાયત-આહવાની આરોગ્ય શાખા હસ્તકના સુબીર તાલુકાના શેપુઆંબા પેટા આરોગ્ય કેન્દ્ર અને શિંગાણાના પેટા આરોગ્ય કેન્દ્ર તથા આહવા તાલુકાના ચીંચધરા પેટા આરોગ્ય કેન્દ્ર અને ટાંકલીપાડા પેટા આરોગ્ય કેન્દ્ર મળી કુલ ૪ (ચાર) નવનિર્મિત આરોગ્ય કેન્દ્રોનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી આપવામા આવી હતી. જેમા આરોગ્ય સેવાઓ જેવી કે, PMJAY યોજનાનો લાભ મેળવવા માટે લોકોને અનુરોધ કરવામા આવ્યો હતો.

આ પ્રસંગે કાર્યક્રમમા મહાનુભાવો તરીકે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન એસ ગાઇન, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતિ મયનાબેન બાગુલ, જિલ્લા સદસ્ય શ્રીમતિ સારૂબેન વળવી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ગૃપ ગ્રામ પંચાયત ટાંકલીપાડા, ચીંચધરા, શેપુઆંબા અને શિંગાણાના સરપંચશ્રીઓ સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુ ગામીત, RCHO શ્રી સંજય શાહ, ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફીસરશ્રી ડો.દીલીપ શર્મા, તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમતી ડો. અનુરાધા ગામીત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીપલદહાડ અને ગાઢવીના તમામ સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *