રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં અલાયમાતા સર્કલ,ગૌરવ પથ, વ્યારા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાશે

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિર્મળ ગુજરાતના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેની ઉજવણી સમગ્ર રાજ્ય સહીત તાપી જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે તા.૩૦.૧૧.૨૦૨૩ના રોજ સાંજે ૪.૩૦ કલાકે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતીમાં અલાયમાતા સર્કલ,ગૌરવ પથ,વ્યારા ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી,ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત,જિલ્લા કલેકટરશ્રી ડો વિપિન ગર્ગ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહશે.તથા સૌ વ્યારા નગરજનોને સ્વચ્છતાની પ્રવૃતીમાં સહભાગી થવા વ્યારા નગરપાલિકા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *