
જીલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહીત નાયબ કલેકટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને વાકેફ કર્યા હતા. સરકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો અને દેશભરના નાગરિકો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ડીસાના શેરગંજ માં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ છે. બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને નાયબ કલેકટર નેહા પંચાલના ડીસા શહેર મામલતદાર એસ ડી બોડાણા ડીસા ગ્રામ્ય મામલતદાર બકુલેશ એસ દરજી તાલુકાના વિકાસ ચિંતનભાઈ પટેલ અધિકારી અધ્યક્ષસ્થાને યાત્રાનો પ્રારંભ થયો છે શેરગંજ ગામના નાગરિકો વિવિધ 17 જેટલી યોજનાઓથી લભાંકિત થયા છે ને આ લાભ વધુને વધુ મળતો રહે તે માટે આગેવાનોએ લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અહવાનથી શરૂ થયેલ આ યાત્રા થકી ભવિષ્યમાં ભારતને મજબૂત અને વિકસિત બનાવવાના કોલ પૂરા કરવા સૌ આગેવાનો સહિત ગ્રામજનોએ સાથે મળીને વિકાસ ભારત બનાવના શપથ લીધા હતા.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુર સિંહ વાઘેલા, મહામંત્રી પ્રકાશભાઈ ઠાકોર, ઉકાજી ચોટીયા સહિત શેરગંજ ગામના સરપંચ સલીમભાઈ અકબરભઆઈ પાયત તલાટી કમ મંત્રી સ્મિત રાણા ગામ પંચાયત સદસ્યો ગામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા.હતાં.આવેલ મહેમાનો નુ ગામ જેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
આનંદ ઠકકર ડીસા