






માણસા તાલુકાના મહુડી ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
સરકારની વિવિધ યોજનાઓ અંગે નાગરિકોને માહિતી આપવા સાથે લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે માણસા તાલુકાના મહુડી ખાતે આયોજન માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે જણાવ્યું હતું કે, “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ ૨૦૪૭માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. ત્યારે દરેક નાગરિક તેનો લાભ લે અને અન્યો સુધી તેની જાણકારી પહોંચાડે તે જરૂરી છે. રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.