આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસે કુલ ૧૧,૨૩૯ અરજીઓ મળી

બીના પટેલ આણંદ

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૦૩/૧૨/૨૦૨૩ના રોજ ખાસ ઝુંબેશ યોજાઈ હતી. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમણે મતદાન મથકો ખાતે ચાલતી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિત બી.એલ.ઓ. સાથે મતદારયાદી સુધારણા કામગીરી સંદર્ભે ચર્ચા કરી, ખાસ ઝુંબેશ અન્વયે કરવામાં આવી રહેલી મતદાર નોંધણી પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. તેમની સાથે ખંભાત પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી પણ ઉપસ્થિત રહયા હતા.

        મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં યોજાયેલ ખાસ ઝુંબેશ દરમિયાન કુલ ૧૧,૨૩૯ અરજીઓ મળી હતી. જેમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૫૮૬૧, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૯૪૧, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૧૬૩ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૩૨૭૪ અરજીઓ મળીને કુલ ૧૧૨૩૯ અરજીઓ મળી હતી.

        આ કાર્યક્રમ અન્વયે આણંદના ૭ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે મળેલ કુલ અરજીઓ પૈકી ૧૦૮ ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૬૬૮, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૫૩૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૯૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૭૭૧ અરજીઓ મળીને કુલ ૨૧૬૬ અરજીઓ મળી હતી. જ્યારે ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૮૬૮,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૧૫૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૧૮ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૪૨૯ અરજીઓ મળીને કુલ ૧૫૬૭ અરજીઓ મળી હતી.

        આ ઉપરાંત ૧૧૦-આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૮૦૫, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૦૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૨૨૭ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૩૩૫ અરજીઓ મળીને કુલ ૧,૩૭૨ અરજીઓ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૮૨૭, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૧૧૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૨૫૭ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૪૮૧ અરજીઓ મળીને કુલ ૧,૬૭૭ અરજીઓ મળી હતી.

        આણંદ જિલ્લાના ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૧૦૯૦,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૯૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૭૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૬૬૯ અરજીઓ મળીને કુલ ૨૦૨૧ અરજીઓ મળી હતી. તેવીજ રીતે ૧૧૩-પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૧૧૧૨, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૪૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૮૬ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૩૫૬ અરજીઓ મળીને કુલ ૧૫૯૪ અરજીઓ મળી હતી. જ્યારે ૧૧૪-સોજિત્રા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૪૯૧, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(ખ)ની ૦૭, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૧૧ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ ફોર્મ નંબર ૮ ની ૨૩૩ અરજીઓ મળીને કુલ ૮૪૨ અરજીઓ મળી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM