આણંદ ખાતે તા. ૭ મી ડિસેમ્બરના રોજ ‘પ્રિ-વાઇબ્રન્ટ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે

બીના પટેલ આણંદ

 ‘પ્રિ-વાઇબ્રન્ટ-૨૦૨૩’ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

આણંદ ખાતે આગામી તા. ૭ ડિસેમ્બરના રોજ સરદાર પટેલ ઓડીટોરીયમ હોલ, અમુલ ડેરી, આણંદ ખાતે ‘પ્રિ-વાઇબ્રન્ટ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

        આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી બાબતે આયોજનબધ્ધ કાર્ય કરવાનું સુચવીને કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેના અમલીકરણ અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

        આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈએ સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલ કામગીરી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

        આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણકુમાર, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, અમુલ ડેરીના પ્રતિનિધિશ્રીઓ તથા કૃષિ વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *