પેટલાદ એસ.ટી. ડેપો ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” અંતર્ગત કાર્યક્રમની ઉજવણી

બીના પટેલ આણંદ

વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ જાહેર સ્થળો, શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, રેલ્વે સ્ટેશન – બસ ડેપો અને જાહેર રસ્તાઓ સહિત વિવિધ સ્થળોએ સાફ-સફાઇ કરવા સહિત સ્વચ્છતાલક્ષી અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં વિવિધ સ્થળોએ સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પેટલાદ એસ.ટી. ડેપો ખાતે પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ સફાઈકર્મીઓને પ્રોત્સાહિત કરી સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવા જણાવ્યું હતું. તેમણે મુસાફરોને પણ સ્વચ્છતા અંગે પોતાની નૈતિક જવાબદારી સમજી “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” અભિયાનમાં સહભાગી બની તેને સાર્થક બનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, ડેપો મેનેજરશ્રી બી. ડી. રબારી, લાયઝન અધિકારીશ્રી સી. કે. ઝાલા તેમજ અન્ય સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *