વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાડુકંપા ખાતે કલેકટર શ્રી નૈમેષ દવેએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો

ગાડુકંપાના ૬૪ વર્ષીય ડાહ્યાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી ધરતી માતાની સેવાનો યત્ન શરૂ કર્યો છે ૧૦ વર્ષ અગાઉ એક વીઘા જમીનમાં ૧૦ કિ.ગ્રા. રાસાયણિક ખાતર વપરાતું આજે ૭૦ થી ૮૦ કી.ગ્રા વપરાય છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ગાડુકંપા ખાતે કલેકટર શ્રી નૈમેષ દવેએ ૬૪ વર્ષીય ખેડૂત ડાહ્યાભાઈ પટેલના પંચસ્તરીય મોડેલ ફાર્મની મુલાકાત લઇ આસપાસના 30થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ડાહ્યાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે જેમાં તેમના ખેતરમાં હાલમાં આંબા, જામફળ, સીતાફળ, સરગવો, લીંબુની સાથે જીરુની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાથે વચ્ચે જે જગ્યા વધી છે. તેમાં તેમણે જીરૂ પણ વાગ્યું છે. છ થી સાત વિઘા જમીનમાં આ મોડેલ ફાર્મ બનાવ્યું છે. આચ્છાદન અને ડ્રીપ પદ્ધતિથી ખેતી કરી પાણીનો બચાવ કરી રહ્યા છે. તેમની પાસે બે દેશી ગાય છે. જેનાથી તેઓ આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
પોતાના ખેતીના અનુભવો જણાવતા તેઓ કહે છે કે, ૧૦ વર્ષ અગાઉ એક વીઘા જમીનમાં અમે ૧૦ કિ.ગ્રા. રાસાયણિક ખાતર નાખતા હતા. જે આજે ૭૦ થી ૮0 કિ.ગ્રા. રાસાયણિક ખાતર નાખતા પણ ઉત્પાદનમાં કોઈ વધારો નથી. રાસાયણિક ખાતરોથી જમીન બંઝર અને બિન ઉપજાવ બની રહી છે.

એથી પણ વધુ મનુષ્ય અને પર્યાવરણ સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી થકી થઈ શકે છે..
વધુમાં તેઓ જણાવે છે કે, ખેડૂતો એવું માની રહ્યા છે કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે પરંતુ એવું નથી ઉત્પાદન તો જળવાઈ જ રહે છે અને જમીન સુધારણા થવાથી ફાયદો થાય છે. રાસાયણિક ખાતરોના ખર્ચ ઘટે જેથી સરવાળે ખેડૂતને ફાયદો જ થાય છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાયને નિભાવ ખર્ચ પેટે દર મહિને રૂ. ૯00 આપવામાં આવે છે. ગૌ માતા આપણને ઘી, દૂધ સાથે ગૌમૂત્ર અને ગોબર થકી પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી થાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા આપણા રાજ્યપાલ શ્રી, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્ય સરકારનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આ ધરતી માતાની સેવા કરવાનો અને ખેતીની યોગ્ય પદ્ધતિ બતાવવાનો આપણા સૌ પર ઉપકાર કર્યો છે.
રિપોર્ટ ઇકબાલ મેમણ હિંમતનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *