મહુવા સુગરની ૪૮મી વાર્ષિક સાધારણ સભા સંપૂર્ણ સહકારમય વાતાવરણમાં પૂર્ણ થઈ

મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી મહુવા પદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણીયાની ૪૮ મી વાર્ષિક સાધારણ સભા મહુવા સુગર ફેક્ટરી તથા સુમુલ ડેરીના પ્રમુખશ્રી માનસિંહભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં સંસ્થાના વાઈસ ચેરમેનશ્રી બળવંતરાય પટેલ, સુગરના બોર્ડ ઓફ ડીરેક્ટરો, સુમુલ ડેરીના ડીરેકટરો, અન્ય સુગર ફેક્ટરીના ડીરેક્ટરો, ઉપરાંત ખુબ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતાં. સૌને આવકારતું પ્રવચન કરતાં શ્રી માનસિંહ પટેલે સંસ્થાના પ્રત્યેક પાસાંઓની વિગતે છણાવટો કરી હતી તેમજ સંસ્થાના સભાસદોએ આપેલા સહકાર અને સંસ્થા પ્રત્યેની લાગણી બાબતે ભારોભાર પશંસા કરી હતી. વધુ ઉત્પાદન મેળવેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં સભાસદોને ૫૦ મે.ટનથી વધુ ઉત્પાદન મેળવવા અનુરોધ કર્યો હતો. તેમજ સિઝન ૨૦૨૪-૨૫ થી ૧લી ઓકટબરથી જ રોપાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેને તમામ હાજર સભાસદોએ આવકાર્યો હતો. ગુજરાતની સહકારી પ્રવૃત્તિના હાથમાં આ ખાંડ ઉદ્યોગ હોવાને કારણે સભાસદોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. વધુમાં આપણી સંસ્થાનો ફેકટરી પ્લાન્ટ પુર્ણક્ષમતાથી સરળતાપૂર્વક ચલાવવી સારી રીકવરી મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ડીરેકટરશ્રી તથા અધિકારી-કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. ૪૮ મી વાર્ષિક સાધારણ સભા સહકારમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. અંતે આભાર વિધિ સંસ્થાના ડીરેકટરશ્રી વિપુલભાઈ પટેલે કરી હતી.

રિપોર્ટ,મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *