મહુવા તાલુકા સમિતિ, મહુવા, જી. સુરત દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યૂ દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરતના આદેશાનુસાર તાલુકા સેવા સમિતિ, મહુવા, જી. સુરત દ્વારા તા. 09-12-2023 ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જમીનને લગતા કેસો, બેંક રિકવરી ને લગતા કેસો, ચેક રિટર્ન ના કેસો વગેરે કેસો મૂકવામાં આવ્યા હતા.વધુમાં મહુવા તાલુકાના ઊંડાણના વિસ્તારના પ્રજાજનો ને સરળતાથી ન્યાય મળે તેવા હેતુથી ડી.જી.વી.સી. એલ, અને અલગ અલગ બેન્કો દ્વારા પ્રી લિટીગેશન ના કેસો મૂકવામાં આવ્યા હતા. આ તમામ કેસોમાં મહુવા કોર્ટમાં પેન્ડિંગ કેસમાંથી કુલે – 552 કેસોનો નિકાલ બને પક્ષોની સંમતિથી કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રિલીટીગેશન કેસોમાં કુલ 1444 કેસો માંથી 200 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તાલુકા સેવા સમિતિ, મહુવા, જી. સુરત.

રિપોર્ટ,મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *