
રિપોર્ટ : બીના પટેલ
જયેશભાઇ અંબાલાલ પટેલ( અજરપુરા )- બોરીયાવી, ચેરમેન, ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા યું.એસ.એ દ્વારા ધર્મેન્દ્રભાઈ જે પટેલ નું ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા યોજવામાં આવેલ ગુજરાતી ગ્રુપ ડાન્સ સ્પર્ધા કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રુપ ડાન્સ કોમ્પીટીશન અંતર્ગત ૭૦૦ પ્રતિસ્પર્ધીઓ એ ભાગ લીધો હતો. જેમાં ૪૫૦૦ થી વધારે જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતી સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા ઓર્લાન્ડો, સ્ટેટ ઓફ ફ્લોરિડા નું વિશ્વવિખ્યાત અને સૌથી મોટી સંસ્થા છે. જેમાં ૫૦૦૦ થી વધુ ગુજરાતી પરિવારો જોડાયેલા છે.
આ કાર્યક્રમ વિવિધ શૈક્ષણીક અને ધાર્મિક સંસ્થાઓ નો પણ સહયોગ સાંપડ્યો હતો. જેમાં BAPS, અનુપમ મિશન, પુષ્ટિમાર્ગ – હવેલી, સાઈમંદિર, શિવ મંદિર, હિન્દુ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, તથા તમામ હિન્દુઓ ના મંદિરના હોદ્દેદારો હજાર રહ્યા હતા. સમગ્ર ફ્લોરિડાના બાળ શાળાઓ, મિડલ સ્કૂલ,તેમજ કોલેજૉના અનેક વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો.
પ્રસ્તુત કાર્યક્રમ માં ગુજરાતી સમાજના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.