



લોક અદાલતમાં 1700 જેટલા વિવિધ કેસો મુકવામાં આવ્યા અદાલતમાં જુદા જુદા કેસો ના નિરાકરણ માટે ભારે ધસારો
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલત માં વિવિધ પ્રકાર ના 1700 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા આ કેસો ના નિરાકણ માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ,ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા ,મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે સેસન્સ જજ શ્રી વી જે કલોતરા સાહેબ ની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલત માં મોટર અકસ્માત વળતરના કેસો ,સમાધાન લાયક ક્રિમિનલ કેસો ,દીવાની દાવાઓ,ફોજદારી કેસો રેલ્વે ના નોન કોગ્નેઝિબલ કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સાથે ડી જી વી સી એલ ,બી એસ એન એલ સહીત ના વિવિધ કેસો મળી કુલ 1700 જેટલા કેસો મુકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલ માં લોક અદાલત નો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો .લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન,કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી . લોક અદાલતના માધ્યમ થી નાગરિકો નો સમય ,વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કાઓ પણ બચી જતા હોય છે સાથે તાત્કાલીક ન્યાય મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસો નું ભારણ પણ ઓછું થતું હોય છે