માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે.એસ.પટેલ દ્વારા માણસા તાલુકાના ખાટા આંબા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો.

ગામના વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડીને સંકલ્પ યાત્રા

માણસા તાલુકામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વ્યાપક જનપ્રતિસાદ : વહિવટી તંત્રની કામગીરી પ્રસંશાપાત્ર

માણસા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પમાં યાત્રા ગ્રામજનો યોજનાકીય માહિતીથી લાભાન્વિત થયા

ગ્રામજનોએ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો

યાત્રા દરમિયાન ગ્રામજનોને સ્થળ પર આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો

માણસા તાલુકાના ગામેગામ ભ્રમણ કરતી સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કર્યુ

જનકલ્યાણની ભાવનાને અગ્રતા આપીને સરકારની પ્રત્યેક યોજનાઓની માહિતી અને લાભો લઈને માણસા તાલુકાના ગામેગામ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા  ખાટા આંબા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો.

વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ વિકાસ તેમજ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો, ખેડૂતો, મહિલાઓ, યુવાનોના સર્વાંગી વિકાસને વિશેષ મહત્વ આપ્યું છે. ત્યારે માણસા તાલુકાના ગ્રામજનોના સર્વાંગી વિકાસ કરીને માણસા તાલુકાને વિકસિત બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ૦૨ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ પ્રારંભ થયો હતો. આ યાત્રા સતત ૧૧ દિવસ સુધી તાલુકાના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે પહોંચીને યોજનાકીય લાભોના મીઠા ફળ ચખાડ્યા છે. માણસા તાલુકાના લોકો સુધી પહોંચવામાં આ સંકલ્પ યાત્રાને સફળતા મળી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાને માણસા તાલુકામાં ભારે પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન ગ્રામજનોએ આરોગ્ય કેમ્પની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી મોટી આરોગ્ય સહાય પુરી પાડતી “આયુષ્માન ભારત યોજના” કાર્ડનો ગ્રામજનોને સ્થળ પર લાભ મળ્યો હતો. ગ્રામજનોને મહાનુભાવોના હસ્તે કાર્યક્રમ દરમિયાન આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. ઉપરાંત, લોકોએ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો હતો.

વડાપ્રધાનશ્રીએ ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને વિકસિત ભારતની દિશામાં માર્ગ કંડાર્યો છે. ત્યારે માણસા તાલુકાના ગામેગામ ભ્રમણ કરીને આ સંકલ્પ યાત્રાએ વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે યોજનાકીય માહિતી અને લાભના મીઠા ફળ પહોંચાડ્યા છે.

નોંધનીય છે કે, સરકારની વિવિધ યોજનાઓના કારણે હજારો કુટુંબો તેમજ વ્યક્તિગત જીવનમાં આમુલ પરિવર્તન આવ્યા છે. આ તકે માણસા તાલુકાના જે તે ગામે સંકલ્પ રથ પહોંચતા સ્થાનિક લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ વાર્તાઓને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને અન્ય ગ્રામજનોને પણ સરકારની યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. માણસા મહનુભાવોના હસ્તે અભિનંદન પત્ર તેમજ આરોગ્ય સિધ્ધિ માટે અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *