હાસોટ તાલુકાના છિલોદરા ખાતે ધારાસભ્યશ્રીના અધ્યકક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

દરેક નાગરિક જનકલ્યાણની યોજનાઓનો લાભ લે તથા લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કરતા ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે હાસોટ તાલુકાના છિલોદરા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

આ તકે, ધારાસભ્યશ્રી ઈશ્વરસિંહ પટેલે “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ ૨૦૪૭માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. ત્યારે દરેક લોકો તેનો લાભ લે તથા આ અંગે અન્ય લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કર્યો હતો.

             કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

     સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

 આ પ્રસંગે તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ- શ્રી ગેમલસિંહ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ તા.પં,હાંસોટ શ્રી જયેશભાઇ ડી પટેલ, વહીવટદારશ્રી અન્ય પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *