માણસા તાલુકાના ઇન્દ્રપુરા અને રામપુરા ગામમાં માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

જે લોકો પણ સરકારની યોજનાના લાભથી વંચિત હોય તે લોકોને યોજનાનો લાભ લેવા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ દ્વારા આહવાન કરાયું

વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું

માણસા તાલુકાના ઇન્દ્રપુરા અને રામપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેલ ના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માણસા વિધાનસભા ધારાસભ્યશ્રી જે. એસ. પટેેલે ગ્રામજનોને સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી જે ગ્રામજનો સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાના લાભથી વંચિત હોય તે તમામ લોકોને વિવિધ યોજનાનો લાભ લેવા અને પોતાના તેમજ દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યુ હતું. સાથે જ તેમણે સરકારની યોજનાનો લાભ લઈ પોતાનો વિકાસ સાધનાર લાભાર્થીઓને પણ બિરદાવ્યા હતા.
‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત સાત લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશેની વાત કરી હતી. વિકાસ કાર્યોની ઝાંખી તેમજ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનો લોકોએ કાર્યક્રમ સ્થળે જ લાભ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *