તાપી જિલ્લાની યોગ ટ્રેનર બહેનો દ્વારા સ્કૂલોમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા વિશે માહિતી


કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૂર્યનમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. તાપી જિલ્લાની એક્ટિવ યોગ ટ્રેનર બહેનો દ્વારા વિવિધ સ્કૂલોમાં જઈ સૂર્ય નમસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે. યોગ કોચ ઉમેશ તામસે દ્વારા ટ્રેઈન થયેલ યોગ ટ્રેનર બહેનો કોકિલાબેન વાળા, નિધિ બુંદેલા,ભાવનાબેન પંચોલી, સુરેખાબેન ઠાકરે , જાગૃતીબેન કંસારા, દ્વારા યોગ વિશે પ્રશિક્ષણ આપવામાં આવેલ. સ્કૂલોના વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર કેવી રીતના કરવા, તથા સૂર્યનમસ્કાર દ્વારા થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવેલ. કે.કે. કદમ કન્યા વિદ્યાલય, ખુમ.ગાંધી.પ્રાથમિક શાળા, કે. બી.પટેલ ઇંગ્લિશ મેડિયમ સ્કૂલ, જે. બી.એન્ડ એસ. એ.સ્કૂલ , તાલુકા શાળા મા સૂર્ય નમસ્કારની ટ્રેનિંગ આપવામાં આવેલ . યોગ ટ્રેનર બહેનોને દરેક સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચરોનો સહકાર મળેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *