ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં વેજલપુર વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વેજલપુર વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

અનુપમ સ્માર્ટ સ્કૂલ, વેજલપુર ખાતે સવારે અને રવિનગર સ્કૂલ, વેજલપુર ખાતે બપોર બાદ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બંને કાર્યક્રમોમાં અંદાજિત ૫૬૩૪ જેટલા લોકો સહભાગી થયા હતા તથા ૨૧૯૦ લોકોએ કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. જેમાં લાભાર્થીઓની ટી.બી., હાયપટેન્શન, ડાયાબિટીસ જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી.

બે કાર્યક્રમો અંતર્ગત ૧૪૧૨ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૨૦૯ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૧૨૦ લાભાર્થીઓ પીએમ જન ઔષધી પરિયોજના, ૫૮ લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા યોજના, ૩૪ લાભાર્થીઓને પીએમ મુદ્રા લોન, ૨૫૫ લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યાં હતા. સૌ ઉપસ્થિતોને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.
કાર્યક્રમમાં ખેલો ઈન્ડિયા અંતર્ગત ૭૮ ખેલાડીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલરશ્રીઓ, ડે. મ્યુનિ. કમિશનરશ્રી (દક્ષિણ પશ્ચિમ ઝોન), વિવિધ કમિટીઓના સભ્યો/ચેરમેન, અ.મ્યુ.કો.ના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *