
આધુનિક ટેકનોલોજીથી ખેતી માટે ડ્રોન દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું




માણસા તાલુકાના દેલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. મોદીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે માણસા તાલુકાના દેલવાડા ગામમાં યાત્રા આવી પહોંચતા અનેક લોકો વિવિધ સરકારી યોજનાના લાભથી લાભાન્વિત અને માહિતગાર થયા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ માણસા તાલુકાના દેલવાડા ગામે આવી પહોંચતાં ગ્રામજનોએ ઉષ્માભેર રથનું સ્વાગત કર્યું હતું. ે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સ્વાગત સમારોહ યોજાયો હતો. તેમણે ગ્રામજનોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબલક્ષી યોજનાઓ અને ગરીબ કલ્યાણ મેળા થકી મળતો લાભ સીધો લાભાર્થીના ખાતામાં આપ્યો છે. વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત થકી દેશ આર્ત્મનિભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જાેવાની આપણી સૌની જવાબદારી છે, એમ જણાવી વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાની માહિતી અને સહાય કીટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તમામ લાભાર્થીઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્યમાન ભારત, મિશન મંગલમ, આત્મા પ્રોજેક્ટ, આઈસીડીએસ અને પીએમ કિસાન યોજનાઓના લાભાર્થીઓએ તેમની સફળ ગાથા રજૂ કરી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. રથ અંતર્ગત ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કેવી રીતે થાય તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. દેલવાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ડ્રોનની મદદથી ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
