રિપોર્ટ,મયુર પટેલ

નવસારી જિલ્લાની શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં “સુરક્ષા સેતુ સોસાયટી” અંતર્ગત ધોરણ 9 થી 12ની 650 કન્યાઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી છે. જિલ્લામાં 15 જેટલી આખા વર્ષ દરમિયાન દુષ્કર્મની ઘટના બને છે ત્યારે આ તાલીમ કન્યાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
શાળાના આચાર્યશ્રીની મંજૂરી બાદ એક માસ માટે એટલે કે 25 ઓક્ટોબર 2023 થી 6 નવેમ્બર 2023 સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની કન્યાઓને બે અલગ અલગ સેશનમાં તાલીમ આપવામાં આવી છે. સ્વરક્ષણ તાલીમમાં પંચિંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો કરાટે, ફાઈટ કરાટે જેવી પાયાની તાલીમ આપવામાં આવી છે. એક ટ્રેનર દ્વારા વધુમાં વધુ એક અઠવાડિયામાં સોમ થી શુક્ર બપોર પછીના 2:15 થી 4:30 દરમિયાન શનો તાલીમનો સમય હતો. સ્વરક્ષણ તાલીમ 15 સેશન પૂર્ણ થયા બાદ તાલીમમાં જોડાયેલી દરેક કન્યાને “સુરક્ષા સેતુ સોસાયટી” દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં નવસારી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સમય મર્યાદામાં સ્વરક્ષણ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.