રિપોર્ટ,મયુર પટેલ
માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિ રહેશે

નવસારી જિલ્લાની પ્રાચીનતમ અને સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ગુરુકુલ સૂપા સ્થાપનાને આવર્ષે એક સો વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ નિમિત્તે ગુરુકુલ સંસ્થા શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહી છે અને તે નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પરંપરામાં શતાબ્દી મહોત્સવના ભાગ રૂપે આગામી તારીખ ૩ જાન્યુઆરી, 2024 ને બુધવારે ઋષિ – કૃષિ સંમેલન યોજવા જઈ રહ્યું છે. સાથે સાથે 101 મહા કુંડી યજ્ઞ અને વાલી સંમેલન યોજાશે મહા કુંડી યજ્ઞ માટે સહભાગી થવા જાહેર જનતાને હાર્દિક આમંત્રણ છે
આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવ૫તજી વિશેષ રૂપે ઉપસ્થિત રહેવાના છે. સ્વામી શ્રદ્ધાનંદજીએ સ્થાપેલા ગુરુકુલ કુરુક્ષેત્ર હરિયાણામાં વર્ષો સુધી આચાર્ય તરીકે તેઓએ સેવાઓ આપી છે. વર્તમાનમાં તેઓશ્રી ઓછા ખર્ચથી થનારી પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ વંશના સંવર્ધનની પરંપરા ને પુનર્જીવિત કરવા માટે એક જબરજસ્ત આંદોલન સમગ્ર ભારતભરમાં ચલાવી રહ્યા છે તેના અનુસંધાનમાં ગુરુકુલ સુપાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઋષિ કૃષિ સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે આ ઐતિહાસિક અને ભવ્ય કાર્યક્રમમાં નવસારી જિલ્લા અને સમગ્ર રાજ્યના ખેડૂતોને, ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ હાર્દિક નિમંત્રણ છે. શતાબ્દી મહોત્સવમાં અતિથિ વિશેષ શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, શ્રી લવજીભાઈ ડુંગરભાઇ ડાલીયા, શ્રી લાલજીભાઈ તુલસીભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ નગીનભાઈ પટેલ, શ્રી પ્રેમચંદ લાલવાણી , શ્રી પરેશભાઈ દેસાઈ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત નવસારી, શ્રી આર સી પટેલ ધારાસભ્યશ્રી જલાલપુર ,શ્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્યશ્રી નવસારી, શ્રી પ્રતિભાબેન આહીર પ્રમુખશ્રી તાલુકા પંચાયત નવસારી અને ગામના પ્રથમ નાગરિક એવા શ્રી રાકેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજી , રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ, કનૈયાલાલ મુનશી, સરદાર વલ્લભભાઈ પટેલે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ગુરુકુળમાં પધાર્યા છે. શતાબ્દી મહોત્સવમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.