આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાના પેટલાદ શહેરમાં આયોજિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ હાજરી આપી

આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાના પેટલાદ શહેરમાં આયોજિત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કલમેશભાઈ પટેલે હાજરી આપી સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને તેમાં જાગૃતિ કેળવવાના શુભ આશય સાથે આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાની પેટલાદ શહેરમાં આયોજીત વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.

તે પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ શાહ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, પટેલાદ નગરપાલિકા પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ જોષી, ઉપપ્રમુખ શ્રી મનીષાબેન ચૌહાણ, ઉદ્યોગપતિ ચેરમેન શ્રી જયભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી. હેમંતભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી, શહેર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પરીખ, પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *