મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત લીધી.

ગાયત્રી સંસ્કાર ધામમાં શ્રી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય,શ્રીકૃષ્ણ ગૌશાળા,હરિબા મહિલા કોલેજ તેમજ સંસ્થા દ્વારા અનેક સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જે જાણી આનંદ થયો.મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને અદ્યતન સુવિધા સાથે શિક્ષણ આપવામાં આવે છે. આ તકે ગાયત્રી માતાજી અને દેવાધિદેવ મહાદેવજી ના આશીર્વાદ લીધા. આ તકે મંત્રીશ્રી નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હૃદય થી તેમને આભાર વ્યક્ત કર્યો. આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા અને ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા જે સેવા પ્રવૃત્તિ કરવામાં આવી છે તે અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન આપ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *