આવતીકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાશે “ઉતિષ્ઠ ડાંગ” નો કાર્યક્રમ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

૧૯૨૫ થી શરૂ થયેલ સંઘ યાત્રા આજે શતાબ્દી વર્ષથી નજીક પહોંચી ગઈ છે. વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. સંઘ સંપૂર્ણ સમાજને સાથે લઈને ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવાના લક્ષ્ય પર કાર્યરત છે,એ જ પ્રયાસના ભાગરૂપે ઉતિષ્ઠ ડાંગ જિલ્લા એકત્રીકરણ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ડાંગ જિલ્લાના તમામ ગામોમાંથી અંદાજિત ૨૧૦૦ સ્વયંસેવકો જોડાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત થાય અને એના માધ્યમથી યુવાનો પોતાના ગામમાં સેવા કાર્ય તથા સમાજ કાર્ય કરીને સંગઠિત રહે અને રાષ્ટ્ર કાર્યમાં યોગદાન આપે. આ એકત્રીકરણ આહવા ખાતે ગીતાંજલિ વિદ્યામંદિરની બાજુના મેદાનમાં સાત જાન્યુઆરી રવિવારના દિવસે થશે જેમાં પથ સંચલન બપોરે ૦૨:૩૦ વાગ્યે આહવા નગરમાં પ્રસ્થાન થશે અને જાહેર કાર્યક્રમ ૦૪:૪૫ એ શરૂ થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *