
હિંમતનગર : ઇકબાલ મેમણ
સાબરકાંઠા જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા યુવતી સંમેલન ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પટાંગણમાં યોજાયું હતું જેમાં કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રધ્ધાબેન ઝા(પ્રદેશ મંત્રી મહીલા મોરચા ગુજરાત ભાજપ) ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે હાજર યુવતીઓને આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપના પ્રજાલક્ષી કાર્યો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવા હાકલ કરી હતી અને આ સાથે હાજર બહેનોએ જય શ્રી રામના સૂત્રોચાર કરી સમર્થન આપ્યું હતું.
આ પ્રસંગે શ્રદ્ધાબેન ઝા એ વધુમાં જણાવેલ કે આજે 18 વર્ષ ઉપરની બહેનો જે મતદારો છે તેમને નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ છે તેઓ ભાજપ તરફી મતદાન કરશે તેમ જણાવેલ અને નવા મતદારો ભાજપને જાણે, ભાજપની સરકારે મહિલાઓ માટે જન્મથી લઈ મૃત્યુ સુધીની યોજનાઓ બનાવી છે તે યોજનાઓ પણ જાણે, ભાજપ એ કરેલા કામો સમજે, તે માટે આ યુવતી સંમેલન છે 2024 માં અમે જંગી બહુમતીથી આવીએ તેવી આશા વ્યક્ત કરી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલે કરેલ.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવરબા પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ,જીલ્લા મહિલા મોરચા પ્રમુખ નીલાબેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ,કેળવણી મંડળના પ્રમુખ પી.સી.પટેલ, અશ્વિનભાઈ પટેલ, જીતુભાઈ દેસાઈ,તાલુકા ભાજપ પ્રમુખ પ્રેમલ દેસાઈ,શહેર પ્રમુખ કેશુભાઈ રબારી, જિલ્લા મહામંત્રી લીનાબેન વ્યાસ, કાજલબેન દોશી, ઉપપ્રમુખ નિર્મળાબેન પંચાલ, મનીષાબેન પંડિત, મીનાબેન ગઢવી, અનસુયાબેન ગામેતી, ભાવનાબેન પંડ્યા, સંસ્કૃતિ પંચાલ, જાનકી રહેવર, કપિલાબેન ખાંટ, મોનિકાબેન અબોટી, લતાબેન રાવ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોલેજની છોકરીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રમતગમત ક્ષેત્રમાં અગ્રેસર યુવતીઓનું સન્માન કરવામાં આવેલ.
