




ડાંગ જિલ્લો સ્ત્રી-પુરૂષની સમાનતા બાબતે અવલ્લ નંબરે – નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ
સ્વ સહાય જુથો, સખી મંડળો, દુધ મંડળીઓ અને FPO સ્થાપી ડાંગ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બની છે શ્રી વિજયભાઇ પટેલ
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૬: ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા તથા જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે Sustaining Equality Through Universities/College (SETU) પ્રકલ્પ હેઠળ જિલ્લા કક્ષાનો પોષણ વિષયક એક દિવસીય સેમિનાર યોજાયો હતો.
ડાંગ જિલ્લામા સ્ત્રી-પુરૂષ એક સમાન છે. જિલ્લામા સમાનતા બાબાતે કોઇ કેમ્પઇન કરવુ પડતુ નથી. વર્ષોથી આદિવાસી લોકો એક બિજાને એક સમાન હક્કો આપતા આવ્યા છે, જે ખુબ જ ગૌરવપુર્ણ બાબાત છે, તેમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ.
સરકારશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમા સ્ત્રીઓને ૫૦ % અનામત બેઠકો આપી છે. ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી આર્થિક રીતે મહિલાઓ પગભર બને માટે કાર્ય કરી રહી છે.
ડાંગ જિલ્લાની મહિલાઓ સખી મંડળો, સ્વ સહાય જુથો, મહિલા સંચાલીત દુધ મંડળીઓ તેમજ FPO સ્થાપીને આત્મનિર્ભર બની છે. મહિલાઓ પગભર બનતા તેઓ ઘરનો આર્થિક ખર્ચ ઉઠાવી રહી છે.
શિક્ષણથી જ ચારિત્ર્યનો વિકાસ થાય છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કૌશલ્ય વર્ધક શિક્ષણ મેળવવુ જરૂરી છે. આ સાથે જ જીવનમા આત્મવિશ્વાસ કેળવવો ખુબ જ જરૂરી છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ.
કુપોષણને દુર કરવા તેમજ સુપોષિત માતા અને બાળક માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે અનેક સરકારી યોજનાઓ અમલી બનાવી છે ત્યારે, આ યોજનાઓનો લાભ લેવા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આહવાન કર્યુ હતુ.
પોષણ વિષયક માહિતી આપતા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલે કિશોરીઓના શરીરમા આયર્નની માત્રા વધુ હોવી જોઇએ તેમ જણાવ્યુ હતુ. આયર્નની ઉણપથી થતા પાંડુરોગ વિશેની માહિતી આપી હતી. તેમજ હિમોગ્લોબીનનુ મહત્વ સમજાવી શરીરમા ૧૨ ટકાથી ઓછુ હિમોગ્લોબીન ના હોવુ જોઇએ, તે અંગેની માહિતી આપી હતી. સરકાર દ્વારા આંગણવાડીઓમા આપવામા આવતા THRનો ઉપયોગ કરવાની પણ તેમણે સલાહ આપી હતી.
કાર્યક્રમના આયોજક તેમજ કોલેજના આચાર્યા શ્રી ડો.ઉત્તમભાઇ ગાંગૃર્ડેએ વિદ્યાર્થીઓને કાર્યક્રમની રૂપરેખા આપી સમાજમા સમાનતા લાવવા માટે આ કાર્યક્રમો શૈક્ષણિક સંસ્થાઓમા યોજવા જરૂરી છે, તેમ પોતાના પ્રાસંગીક ઉદબોધનમા જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી નયનાબેન પટેલ, શ્રી દીપકભાઈ પીપળે, આહવા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી હરિરામ આર. સાંવત, કોલેજના આચાર્યશ્રી ડો.ઉત્તમભાઈ ગાંગુર્ડે, CDPO શ્રીમતી જિજ્ઞાસાબેન ચૌધરી, સેન્ટર ફોર એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરના શ્રી જયદિપભાઇ ગામિત સહિત કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
