જમ્મુ કાશ્મીર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે દિલીપ સંઘાણી ખેતી-ખેડૂતના વિકાસમાં સહકારનો સહયોગ

જમ્મુ-કાશ્મિરના વિકાસમાં જય જવાન-જય કિસાન સૂત્ર સાર્થક સૌંદર્ય જ્યા ખીલ્યું છે ત્યાં સહકાર થી વિકાસના દ્વાર ખુલશે

નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રમુખ, ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ સહકારી ક્ષેત્રના મુખ્ય હિતધારકો સાથેરાજભવન જમ્મુ કાશ્મીર ખાતે લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હા જી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન સંઘાણીએ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીની કાર્યક્ષમતા વધારવા અને રાષ્ટ્રીય સંગઠનની સદસ્યતા વધારવા માટેની અનેક યોજના સહીત રાજ્યના ખેડૂતોના સર્વાંગી વિકાસમાં સહકારની અગ્રિમ ભૂમિકા અંગેની ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, હોલિસ્ટિક એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (એચ.એ.ડી.પી.) માં નિવૃત્ત સૈન્ય કર્મચારીઓના અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરવા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સહકારી મંડળીઓની રચના અંગે આયોજન કરવામાં આવેલ હતું. આ તકે ઉપરાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કરેલ કે સહકારનો પાયો જમ્મુ કાશ્મિરમાં ફસલ સમૃધ્ધિ અને કિશાનોની આર્થિક સમૃધ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમ જણાવેલ. જમ્મુ કાશ્મિરના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ સાથેની શુભેચ્છા મુલાકાતમાં રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીની સાથે ડો. કૃષ્ણબીર ચૌધરી, સભ્ય એમ.એસ.પી. સમીતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય ખેડૂત સમાજ, પ્રવીણ શર્મા-ચેરમેનનાગરિક સહકારી બેંક લી., વિક્રાંત ડોગરા – પ્રમુખ જમ્મુ અને કાશ્મીર ડેરી કો ઓપરેટીવ યુનિયન સરહદ પ્રવાસન સહકારી ઉરી ના ખાલીદ લોન અને સહકારી સંસ્થાઓના અન્ય અગ્રણી સભ્યો આ તકે ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM