મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના ગુજરાત રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડના સંયુકત ઉપક્રમે ખેડા જિલ્લામાં વસો તાલુકાના ૪ ગામોના કિસાનો માટે માતર તાલુકાના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકીના વરદ્ હસ્તે શુભારંભ કરાવ્યો છે.
શ્રી કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વખતથી રાજયના ખેડૂત મિત્રો ધ્વારા દિવસે વિજળી આપવાની માંગને રાજય સરકારે સંતોષી ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા ગુજરાત રાજય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. અને તેના અનુસંધાને કિસાન સૂર્યોદય યોજનાનો અમલ ચાલુ કરેલ છે.

આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડીના કામમાં સિંચાઇ માટે વીજ પૂરવઠો મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્ય જીવ-જંતુના ભય અને શિયાળામાં ઠંડી, ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાં કિસાનો મુક્તિ મેળવી શકશે. રાજય સરકાર કિસાનોને દરરોજ સતત આઠ કલાક સવારે ૦૮/૧૫ કલાક થી ૧૬/૧૫ અને ૦૯/૧૫ થી ૧૭/૧૫ કલાક સુધી સતત ગુણવત્તાયુકત વિજળી પહોંચાડશે. કાર્યક્રમના અંતે ઉમેર્યું કે ૨ વર્ષ સુધીમાં જિલ્લાના તમામ ગામોને આવરી લેવામાં આવશે.
ખેડા જિલ્લાના વસો તાલુકાના ગામો જેવા કે પીજ, દાવડા, દંતાલી અને બામરોલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રી ડાહ્યાભાઇ પરમારએ જણાવ્યું હતુ કે, આ યોજનાને સાકાર બનાવવા ખેડુત મિત્રોએ જે સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો આભારી છું. રાજય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાથી રાજયના મોટાભાગના ખેડૂત મિત્રોને આનો લાભ મળશે. કિસાનો દિવસે વિજળીનો લાભ મળવાથી સરળતાથી અને સારી રીતે પુરતી સિંચાઇ કરી શકશે. રાત્રીના સમયે થતી મુશ્કેલીમાં છુટકારો પણ મેળવી શકશે. ખેડા જિલ્લાના વસો તાલુકાના ૪ ગામો જોડાયા છે. બાકી ગામોને પણ વહેલી તકે આવરી લેવામાં આવનાર છે.
અંતમાં જ્યારે આભાર વિધિ શ્રી જી.એન.શાહે કરી હતી. આ પ્રસંગે શ્રી રાજુભાઈ પટેલ, શ્રી અરવિંદભાઇ ગોહિલ, શ્રી ડાહ્યાભાઇ પરમાર, શ્રી મંગળભાઇ પરમાર, શ્રી અમીષાબેન પટેલ, શ્રી કામિનીબેન પટેલ, અગ્રણીશ્રીઓ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ના અધિકારીઓ/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો કોવિડ-૧૯ના નિયમોને અનુસરીને હાજર રહયા હતા


