
શ્રી એમ એલ ગાંધી સંચાલિત સર પી ટી સાયન્સ કૉલેજ, મોડાસા અરવલ્લીના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજભાઈ પ્રતાપભાઇ ગોંગીવાલા ધનસુરા કેળવણી મંડળ ની વિવિધ ત્રણ શાળા ના બાળકો સાથે પંચ પ્રકલ્પ- કોજન્ટ ના ઉપક્રમે * ચર્ચા સભા* યોજી, શાળા ના તમામ તમામ બાળકો ને તેમના તરફ થી ગ્લુકો બિસ્કિટસ્ – પાર્લે જી નું વિતરણ કરવામાં આવ્યું. ત્રણ સો થી બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો. શાળા પરિવારે આ કાર્યક્રમ માં સહભાગી બની આભાર વ્યક્ત કર્યો. પોયડા કૉલેજ ના અધ્યાપક શ્રી ભાવેશ ભાઈ અને પૂજા બેન ની પ્રેરક ઉપસ્થિત રહ્યાં. માં અંબે નું પર્વ ચૈત્રી નવરાત્રિ ૨૦૨૩ થી શરૂ થયેલ આ સમર્પણ સેવા અત્યાર સુધી વિવિધ સંસ્થાઓ માં સો થી વધુ ચર્ચા સભા યોજી ને અઢાર લાખ થી વધુ ગ્લુકો બિસ્કિટસ્ ની સમર્પણ સેવા કરી છે. સર્વે સંસ્થા, મિત્રો નો ડૉ મનોજભાઈ આભાર વ્યક્ત કરે છે.
