દિલીપ સંઘાણીના નેતૃત્વમા સહકારી જીલ્લા બેંક અવલ્લનંબરે


સમગ્ર દેશમાં અટલ પેંન્શન યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરતી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક દેશની તમામ બેંકોમા અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક પ્રથમ ક્રમે, અધિકારીઓ અને સ્ટાફગણને અભિનંદન પાઠવતા સંઘાણી

સરકારશ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકે સર્વશ્રેષ્ઠ કામગીરી દ્વારા લક્ષ્યાંક ઉપરાંતની કામગીરી પાર પાડીને સમગ્ર દેશની સહકારી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાંસલ કરતા અમરેલી જીલ્લા સહિત સહકારી ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક એ અટલ પેન્શન યોજના અભિયાન તળે કુલ ર૦૯ બેંકોની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરીને અપાયેલ ૭પ૦ ના લક્ષ્યાંક સામે ૧પ૧૯ હાંસલ કરીને અનુકરીણય કામગીરી કરેલ છે. ૧૦૦ ટકા ના લક્ષ્યાંક સામે ર૦ર.પ૩ ટકા ની કામગીરી કરેલ છે જે સમગ્ર દેશની અટલ પેન્શન યોજના ની કામગીરી માં વિક્રમ જનક પરિણામ છે. જેમના લક્ષ્યાંક ૧પ૦ ટકા અને તેથી વધુ, ૧રપ થી ૧પ૦ ટકા અને ૧૦૦ થી ૧ર૦ ટકા હોય છે.

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક જીલ્લાના ખેડુતોની પોતીકી બેંક તરીકે કાર્યરત હોય સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અને સહકારી બેંકીગ કામગીરીથી છેવાડાના લોકો સુધી પથરાયેલી આ બેંકનું સંચાલન અને નેતૃત્વ દિલીપ સંઘાણી ના માર્ગદર્શન તળે થઈ રહેલ હોય આ સિધ્ધિને દિલીપ સંઘાણીએ અધિકારી અને કર્મચારીગણને આ કામગીરી માટે બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. અટલ પેન્શન ઉપરાંત અનેક કૃષિલક્ષી સ્થાનીક યોજનાઓ પણ આજ બેંક ચલાવી સફળતા પ્રાપ્ત કરતી રહી છે અત્રે એ ઉલેખનીય છે કે જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકે શરૂ કરેલ સર્વપ્રથમ કિશાન કે્રડિટ કાર્ડની ઉપલબ્ધી સમગ્ર દેશમાં પણ લાગુ કરવામાં આવેલ જે એક નોંધનીય બાબત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *