ભારત સરકાર ના શિક્ષણ મંત્રાલય દ્વારા પી એમ ઉષા એટલે કે પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ યોજનાં અંતગર્ત 20 કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી.

રિપોર્ટ : બીના પટેલ

માનનીય કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી દ્વારા પી એમ ઉષા યોજના ની ગ્રાન્ટ ની ફાળવણી માટે રાજ્ય સરકાર મારફત કેન્દ્ર સરકાર માં દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં ભારત સરકાર ના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશ ભરની વિવિધ યુનિવર્સિટી માંથી મળેલ દરખાસ્ત ની ચકાસણી કરી કુલ ૭૮ યુનિવર્સિટી ને ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવી હતી . જેના સરદાર પટેલ યુનિવર્સિટી ને પી એમ ઉષા યોજના અંતગર્ત 20કરોડ રૂપિયા ની ફાળવણી કરવા માં આવી છે .
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ ૨૦-૨-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગે એમ પી પટેલ ઓડિટોરિયમ ખાતે વિવિધ અનુસ્નાતક વિભાગો ના અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ના ઓડોટરિયુમક ખાતે ભારત સરકાર ના શિક્ષણ મંત્રી દ્વારા માનનીય પ્રધાન મંત્રી ના હસ્તે ઓનલાઇન ડિજિટલ પી એમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર યોજના ની લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમ યુનિવર્સિટી દ્વારા એમ પી પટેલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલા આયોજન માં આણંદ જિલ્લા સાંસદ મિતેષ ભાઈ પટેલે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને નિહાળ્યો હતો. તેમજ વિદ્યાર્થી ઓ,અધ્યાપકો તથા યુનિવર્સિટી ના નામ દેશ ની અગ્રણી યુનિવર્સિટી માં આવે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો અને ભારત સરકાર દ્વારા આ યુનિવર્સિટી ને ફાળવવામાં આવેલ અનુદાન ની માહિતી આપવામાં આવી હતી. આમાં યુનિવર્સિટી દ્વારા વિવિધ ૩૨ જેટલા સ્થળો પર ઓનલાઇન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. જેના યુનિવર્સિટી ના તેમજ કોલેજો ના કુલ અંદાજિત ૫૨૩૨ જેટલા વિદ્યાર્થીઓ અધ્યાપકો, અને અગ્રણીઓ જોડાયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *